જે લોકો એ નવું નવું જ ટ્વીટર ચાલુ કર્યું છે અને ટ્વીટર વિશે ખ્યાલ નથી એ લોકો માટે એક થ્રેડ..

પેલા તો સ્વાગત છે તમારું ટ્વીટર માં
અને તમે આ ટ્વીટ વાંચી રહ્યા છો તો મને ફોલ્લો કરતા જ હશો તો એમ કહી શકાય કે તમે ટ્વીટર ની શરૂઆત સારી કરી છે. 😉
૧/n 👇🏼
હજી તો નવું નવું લાગતું હશે કે આમાં કરવાનું શું હોય ?
ઇન્સ્ટા માં તો ફોટા ને વિડિયો જોયા હોય fb માં ય એવું જ જોયું છે પણ આયા એવું નથી થોડું અલગ છે આયા તો જેને જે મન ફાવે એ લખી ને ટ્વીટસ કરતા હોય છે.

રોજ ના નવા નવા મુદ્દા હોય છે,નવા નવા અજાણ્યા લોકો અને એમની અતરંગી વાતો..
૨/n 👇🏼
હવે ટ્વીટર વિશે -
તમારી ટાઈમ લાઈન માં તમે જેને ફોલ્લો કરતા થાવ એની ટ્વીટ દેખાય ને એ રીટવિટ કરે અને લાઈક કરે એ ટ્વીટ તમને દેખાય તો એમાં તમને સારી લાગે તો લાઈક કરો બહુ વધુ જ સારી લાગે તો તમેય રીટવિટ કરો.
૩/n 👇🏼
સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે આયા ઘણા બધા સેલિબ્રિટી કલાકાર અધિકારી છે અને તમે ભલે નવા હોય તો પણ તમે કોઈ પણ ને રિપ્લે કરી કોઈ પણ વિષય ની ચર્ચા માં ભાગ લઈ શકો છો, તમે ટ્રેન્ડ માં ચાલતા મુદ્દા વિશે તમારો મંતવ્ય રજૂ કરી શકો છો.
૪/n 👇🏼
પણ એટલી વાત ખરી કે તમે તમારા મંતવ્યો સ્પષ્ટ રજૂ કરી શકવા જોઈએ એટલે કોઈ પણ વિષય ની ચર્ચા માં ઉતરતા પહેલા પોતે તો એ વિષય ની જાણ છે ને એ પાકું કરી લેવું જોઈએ નહિતર આયા તમારા થી વધુ જ્ઞાની લોકો હાજર છે અને તમને તરત ટ્રોલ કરવા આવી જશે.
૫/n 👇🏼
આ પ્લેટફોર્મ એવું છે જ્યાં તમને લોકો તમારા ફોટા થી નહિ તમારા શબ્દો થી તમારા વિચારો થી તમને ઓળખશે એટલે એ વાપરવામાં ધ્યાન રાખવું.આયા તમારા કરતા નાની ઉંમર ના અને તમારા થી મોટી ઉંમર ના લોકો પણ મળશે.
૬/n 👇🏼
સારું લખવાનો પ્રયાસ કરો,સારું લખશો તો લોકો તમને વાંચશે તમને ફોલ્લો કરશે પણ ફોલ્લો ની પાછળ ના ભાગવું. આ વાસ્તવિક જીવન નથી માત્ર આભાસી જીવન છે જ્યાં તમે તમારા વિચાર માત્ર રજૂ કરો છો.
૭/n 👇🏼
એક સારી ટ્વીટ માં ઢગલાબંધ લોકો ને ટેગ ના કરવા નહિતર એ કોઈ વાંચશે જ નહિ ને મ્યુટ કરી દેશે અને તમારી વાત આગળ પોચશે જ નહિ. યોગ્ય હેશટેગ વાપરવું ફાલતુ હેશટેગ પણ ના વાપરવા.
કોપી કરી ને ટ્વીટ કરવા કરતાં મૌલિક ટ્વીટ કરવી વધુ સારી વાત છે.
૮/n 👇🏼
હવે વાત પ્રોફાઈલ પિક્ચર અને યુસરનેમ ની,
આયા ભિન્ન ભિન્ન પ્રકારના ના નામ વાળા એકાઉન્ટ તમને જોવા મળશે. આ એક માયાજાળ જેવું છે જે દેખાય છે એવું હમેંશા હોતું નથી dp અને નામ માં છોકરી હશે પણ વાસ્તવ માં એ છોકરી હોય જ એ જરૂરી નથી. (ટ્વીટર ની ભાષા માં કેટફિશ )
૯/n 👇🏼
કોઈ પણ સાથે લાગણી ના સંબંધો જોડતા પેલા સતર્ક રહો.ભાઈ બેન ના રિશ્તા બનાવતા પેલા વિચારવું.(ફરી વાર આ વાસ્તવિક જીવન નથી)
રાજનીતિક ટ્રેન્ડ માં ભાગ લ્યો પણ એમનો હાથો ના બનો.વારંવાર ફોલોબેક માંગી ની ભિખારી ના બનો , સારું લખો ફોલ્લો કરવા વાળા મળી જ રહેશે.
૧૦/n 👇🏼
અંત માં આ આભાસી દુનિયા માં એટલા મગ્ન ના થઈ જાવ કે વાસ્તવિક જીવન માં તમારા ઘર પરિવાર ની ઉપેક્ષા કરવા લાગો.
મજા કરો જ્ઞાન મેળવો અને ખુશ રહો.
ફાલતુ લોકો ને બ્લોક કરો અને આગળ વધો બિનજરૂરી જગડા અને વાતો માં રસ ના લેવો.
૧૧/n 👇🏼
આભાર, ધન્યવાદ, શુક્રિયા આખો થ્રેડ વાંચવા બદલ ...

કામ લાગે તો ઠીક છે બાકી બધા પોતાની રીતે સ્વતંત્ર જ છે કોઈ પણ વસ્તુ કરવા માટે. આ મારા વિચારો છે અને તમે આનાથી અસહમત પણ હોય શકો છો.

- ડકૈત @dakait23

n/n🙏🏻 😊🙏🏻
You can follow @dakait23.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.