શિક્ષિત બેરોજગારોની મુસીબતો સાંભળી મારો કોલેજકાળ યાદ આવે છે. સિવિલ એન્જિનિયરોની આખી બેચને ફાઇનલ પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા નર્મદા યોજનામાં નોકરી મળી જતી આથી બધાએ બીઈ સિવિલમાં એડમિશન લીધેલું. બીઇ પુરુ કર્યું ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ભયંકર બેરોજગારીનો સામનો કરવાનો થયો.
મારો એક મિત્ર કોઈની ભલામણથી નોકરીની તલાશમાં સાઇટ પર પહોંચ્યો. કોન્ટ્રાક્ટરે કહ્યું, "કાલથી આવી જાવ" મિત્ર એ પૂછ્યું, "પગાર?" જવાબ મળ્યો "પગાર શાનો?" આ મિત્રને મેં રડતો જોયો છે. આજે તે મોટો કોન્ટ્રાક્ટર છે.

મારા બધા કોલેજના સાથીઓ આજે સુખી છે.
બેરોજગારીએ મને MEનો માર્ગ સુઝાડ્યો તેમાંથી છેવટે સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો માર્ગ અકસ્માતે મળ્યો. નહિ તો આજે હું નર્મદા યોજનામા એન્જિનિયર હોત.

આજે ભલે ચારે બાજુ અંધારું દેખાતું હોય તમારો આજનો હિંમત ને શ્રદ્ધાપૂર્વકનો સંઘર્ષ ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલી દેશે. ખુબ ખુબ શુભેચ્છાઓ.
You can follow @Hasmukhpatelips.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.